Corona Virus: ભારત દુનિયાનો ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ, છેલ્લા 24 કલાકમાં 12881 નવા કેસ
કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે દેશમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં જરાય કમી આવી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હવે કોરોના વાયરસથી સંક્રમિત દેશોના રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. ફક્ત ચોવીસ કલાકમાં આ જીવલેણ વાયરસથી 338 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે દેશમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં જરાય કમી આવી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હવે કોરોના વાયરસથી સંક્રમિત દેશોના રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. ફક્ત ચોવીસ કલાકમાં આ જીવલેણ વાયરસથી 338 લોકોના મોત થયા છે.
લોકડાઉનની અફવાથી દૂર રહો અને રાજ્યો અનલોક 2.0ની બનાવે યોજના: PM Modi
24 કલાકમાં 12881 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 12881 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા એક દિવસની અંદર આ મહામારીના કારણે દેશમાં લગભગ 334 લોકોના મૃત્યુ થયા છે.
સાજા થનારા લોકોની સંખ્યા અડધા કરતા વધુ
એક સારી વાત એ છે કે કોરોના વાયરસથી દેશમાં જેટલા લોકો અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે તેમાંથી અડધા કરતા વધુ લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 366,946 પોઝિટિવ કેસ આવ્યાં છે. જેમાંથી લગભગ 194,325 લોકો સાજા થયા છે. આ રીતે રિકવરી રેટ જોવા જઈએ તો 52.95 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 12237 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube